કેમ ડોનાલ્ડ ટ્રમ્પએ G7 બેઠક વચ્ચેથી છોડીને જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-17 17:32:36

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો .  સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.  

મધ્ય એશિયામાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ જોરદાર રીતે વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં પોતાની G 7 બેઠક વચ્ચે છોડીને અમેરિકા પરત ફર્યા છે . ઈરાન / ઇઝરાયેલ વચ્ચે યુદ્ધને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , "ઈરાનને મેં ડીલ સાઈન કરવાનું કહ્યું હતું તેની પર તેણે હસ્તાક્ષર કરવા જોઇતા હતા . આ ખુબ જ શરમજનક છે. માનવીય જીવન પર જોખમ છે. ખાલી એટલુંજ કહેવામાં આવ્યું હતું કે , ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોવા જોઈએ. મેં આ ઘણીવાર ફરી ફરીને કહ્યું છે. બધા એ હવે તેહરાન તરત જ ખાલી કરવું જોઈએ. "  ડોનાલ્ડ ટ્રમ્પએ જયારે પેહલા દિવસે ઈઝરાઈલે ઈરાન પર સ્ટ્રાઇક કરી ત્યારે , આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રયુટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , અમેરિકાએ ઈરાનને ૬૦ દિવસ આપ્યા હતા પરમાણુ કરારો કરવા અને , યુરેનિયમ એનરિચમેન્ટ રોકવા માટે  . પરંતુ ખાલી ટાઈમ પાસ થયો. કોઈ પણ ડીલ થઈ જ ના શકી . 

G7 leaders call for 'de-escalation' in Middle East as Trump leaves summit  early | CBC News

G ૭ માંથી ડોનાલ્ડ ટ્રમ્પ જયારે નીકળ્યા , ત્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકરોને ટ્રમ્પના જવા પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઇને આશાવાદ વ્યક્ત કર્યો છેઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર હુમલાઓ સતત ચાલુ છે. મંગળવારે વહેલી સવારના રોજ પર ઈરાનમાં ધડાકાઓ સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઇ ગઈ હતી . આ પછી ઇઝરાયેલની રાજધાની તેલઅવીવમાં પર સાઇરન સાંભળવા મળ્યા હતા . ઈરાને દાવો કર્યો છે કે , કુલ ૨૨૪ લોકો માર્યા ગયા છે , તેમાં મોટાભાગના નાગરિકો માર્યા ગયા છે. જયારે ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૨૪ છે. પરંતુ ઇઝરાયેલમાં હજારો લોકોએ પોતાના ઘરો ખાલી કરવા પડ્યા છે. તો આ તરફ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , " જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ડિપ્લોમસીને લઈને જેન્યુન છે , યુદ્ધને રોકાવવા માંગે છે તો ઇઝરાયેલએ તેનું અગ્રેશન અટકાવવું પડશે. તેણે સૌપ્રથમ અમારા વિરુદ્ધમાં લશ્કરી કાર્યવાહી રોકવી પડશે." વાત કરીએ ભારતની તો , ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલી ભારતીય એમ્બેસી દ્વારા , સાવચેતીના પગલે , તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સાથેજ તેહરાનમાં રહેલા તમામ ભારતીયોને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ભારતના વિદેશ સચિવ રણધીર જયસ્વાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ અને ઈરાનમાં ૨૪/૭ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા છે. જેનાથી ત્યાં રહેલા ભારતીયોને સપોર્ટ મળી શકે . 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે