બિપોરજોય વાવાઝોડાને પગલે અનેક સેવાઓને હાલ માટે કરાઈ બંધ! જાણો અમદાવાદનું કયું સ્થળ મુલાકાતીઓ માટે કરાયું બંધ?


  • Published By :
  • Published Date : 2023-06-14 09:58:44

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઓ તોફાની બન્યા છે. દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી અમદાવાદ રિવરફ્રન્ટને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડાને ધ્યાનમાં રાખી 15 જૂન સાંજથી 48 કલાક માટે રિવરફ્રન્ટ બંધ રહેશે. તે સિવાય રિવરફ્રન્ટમાં ચાલતી બોટ સેવાઓ પણ બંધ રહેશે. વાવાઝોડાને પગલે ફ્લોટિંગ બોટ, વોટર સાયકલ સહિતની એક્ટિવિટી પર પ્રતિબંધ હાલ માટે મૂકી દેવામાં આવ્યો છે. 



કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે થઈ શકે છે અસર!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી દરિયાકિનારા પર લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત બંદરો પર ભયાવહ સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે  પવન ફૂંકાઈ રહ્યો છે. 


વાવાઝોડાને કારણે અનેક સેવાઓ પર મુકાયો પ્રતિબંધ!

વાવાઝોડાની ગંભીરતાને જોતા હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાને પગલે અનેક સુવિધાઓ જેવી કે ગીરનાર તેમજ અંબાજીમાં ચાલતી રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે. તે સિવાય 15 જૂન સુધી રોરો ફેરી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. અનેક બંદરો પણ બિપોરજોયને પગલે બંધ કરી દેવાયા છે. તે સિવાય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક બસ તેમજ ટ્રેન સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટને પણ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે તેવી માહિતી મળી રહી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ તેમજ આર્મી જવાનની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માટે આગામી 36 કલાક ભારે માનવામાં આવી રહ્યા છે. 

 

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે