થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સૈન્ય પર કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું છે કે , "એક સાચા ભારતીય એવું નિવેદન ન આપી શકે." તો હવે સુપ્રીમ કોર્ટના આ નિવેદનને લઇને કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે કોણ નથી , તે નક્કી કરવાનું કામ ન્યાયપાલિકાનું નથી . કોઈ પણ જજ આ વસ્તુ નક્કી ના કરી શકે. રાહુલ ગાંધીએ હંમેશાથી સેનાનું સન્માન કર્યું છે. તેમના દિલમાં સેનાના અધિકારીઓ પ્રત્યે સંપૂર્ણરીતે આદર છે . વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. રાહુલ ગાંધીના ભાષણમાં સેના પ્રત્યે આદર સ્પષ્ટ રીતે દેખાય છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેમનું કર્તવ્ય છે કે સરકારને સવાલ પૂછવા. સરકારને પસંદ નથી માટે આ વસ્તુઓ કરાવવામાં આવે છે. કેટલાય દિવસોથી સાંસદ નથી ચાલી રહી સરકારે વાત કરવી જોઇએ. શું સરકાર એટલી નબળી પડી ગઈ છે કે સદન જ નથી ચાલી રહ્યું. "
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું. તે દરમ્યાન તેમણે ભારતીય સેના પર ટિપ્પણી કરી હતી . તેને લઇને તેમની પર માનહાનિનો દાવો થયો હતો . તો હવે રાહુલ ગાંધીએ માનહાનીના દાવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર જસ્ટિસ દિપાંકર દત્તા અને એમજી મસીહની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી . તે દરમ્યાન બે જજોની બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ લખનૌ કોર્ટમાં ચાલતી કાર્યવાહી પર રોક લગાવી છે.