અમદાવાદીઓ ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડ્યા, 10થી 12 લાખ કિલો ફાફડાના વેચાણનું અનુમાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 12:05:44


આજે પવિત્ર દશેરાનો દિવસ છે, આ વિજયાદશમીનો તહેવાર આમ તો અસત્ય પર સત્યના વિજય તરીકે મનાવવામાં આવે છે. જો કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આ દિવસે ફાફડા-જલેબી ખાવાની એક વર્ષો જૂની અને અનોખી પરંપરા રહી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદીઓએ ફાફડા-જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. શહેરના તમામ વિસ્તારોમાં ફરસાણની દુકાનો સામે લોકોની કતારો જોવા મળી રહી છે.


ફાફડા-જલેબીના ભાવ આસમાને


આજે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં જલેબી-ફાફડાનું ધૂમ વેચાણ થયું. અમદાવાદીઓ સામાન્ય રીતે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. આજે પણ લોકો પોત-પોતાના મનપંસદ સ્થળે જલેબી-ફાફડા લેવા પહોંચ્યા. લોકો એ ચટણી સાથે ફાફડાની મોજ માણી હતી. અમદાવાદમાં ફાફડાનો ભાવ રૂ. 650થી 900 પ્રતિ કિલો અને જલેબીનો ભાવ રૂ. 750થી 1050 છે. જો કે આટલા ભાવ છતાં પણ લોકો તે ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. 


આજે અમદાવાદમાં 10થી 12 લાખ કિલો ફાફડાનું થશે વેચાણ


અમદાવાદીઓ કોઈ પણ તહેવાર હોય તેની ઉજવણી હર્ષોલ્લાસભેર કરતા માટે જાણીતા છે. દશેરાના દિવસે અમદાવાદમાં  ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થતું હોવાથી ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરી નાખતા હોય છે. એક અંદાજ મુજબ આ વર્ષે દશેરા પર્વ પર 10થી 12 લાખ કિલો ફાફડા-જલેબી વેચાશે તેવી શક્યતા છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે