દ્વારકામાં પાણી ભરાયા, સોશિયલ મીડિયા પર ખેડૂતનો એક વીડિયો વાયરલ થયો જેમાં...


  • Published By :
  • Published Date : 2024-07-24 17:19:02

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ થોડો ધીમો પડ્યો છે પરંતુ ત્યાંથી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે અત્યંત ભયાનક છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વધારે વરસાદને કારણે મચેલી તબાહીને કારણે ખેડૂતોને વધારે નુકસાન થયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે.   

ખેડૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં...

રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વધારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ થોડો વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યો છે કે વરસાદ બંધ થઈ જાય.. દોહાના માધ્યમથી ખેડૂત વેદના રજૂ કરી રહ્યા છે. 


દ્વારકા તેમજ જામનગરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

મહત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર તેમજ દ્વારકા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.. ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ તેમણે મેળવ્યો હતો. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદની પ્રતીક્ષામાં છે. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે