અમરેલીમાં સતત અનુભવાયા ધરતીકંપના આંચકા, 24 કલાકમાં અનેક વખત થયો ભૂકંપનો અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-25 12:24:14

ગુજરાતમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ભૂકંપના આંચકાનો સતત અહેસાસ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર 24 કલાકમાં 6 જેટલા આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોનું કહેવું છે કે ધરતીકંપના આંચકા આવવાથી લોકો ઘરની બહાર રાત્રે સૂવા મજબૂર બન્યા છે. ભલે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોય પરંતુ અનેક વખત ધરતીકંપ આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.


24 કલાકમાં અનેક વખત ધરા ધ્રુજતા લોકોમાં ડર 

ગુજરાતના અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં સતત ધરતીકંપનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 24 કલાકમાં 6 જેટલી વખત ધરા ધ્રુજી છે જેને કારણે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂકંપની તીવ્રતા ભલે ઓછી હોય પણ અનેક વખત આવતા ભૂકંપને કારણે લોકો ચિંતામાં  મૂકાયા છે. 


રિક્ટર સ્કેલ પર ઓછી નોંધાઈ તીવ્રતા 

અમરેલીના ખાંભામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાના ધારી ઈંગોરાળા નોંધાયું હતું. ગીરના જંગલોના ગામડામાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અનેક વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા વધવાની સાથે તેની તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે. તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2થી 3.4 સુધીની નોંધાઈ છે.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે