સુરત નજીક અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોધાઈ 3.5ની તીવ્રતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 12:24:28


દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સુરત પાસે ધરતીકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની હતી. જો કે હાલ જાનમાલની નુકસાનીના કોઈ સમાચાર નથી. 

ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 61 કિમી દૂર જમીનની 7 કિમી અંદર  કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. જો કે, હાલ કોઈ પ્રકારના નુકસાનની કોઈ જાણકારી સામે નથી આવી.



ઉંચી ઈમારતોમાં રહેતા લોકોએ અનુભવ્યા આંચકા


સુરતમાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ સાતમા-આઠમા માળે રહેતા લોકોને વધુ ભૂકંપના આંચકાનો અનુભવ કરવો પડ્યો હતો, જેથી લોકોમાં ડર ફેલાઈ જતાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપના આંચકો સામાન્ય હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.