રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં 5 % લાભ મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:49:18

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની ભાજપ સરકાર વિવિધ જાહેરાતો કરી જનતાનું દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર વિરોધી લોક જુવાળથી ચિંતિત સરકારે વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરીટમાં લાભ આપવાની મહત્વની જાહેરાત કરી છે.


જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જાણકારી આપી


શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયકોની ભરતી આગામી સમયમાં યોજાવાની છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિધવા મહિલાઓના હિતમાં સરકારે કરેલા આ મહત્વનો નિર્ણય અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જણાવ્યું  કે TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના 50 ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના 5  ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે. તેમ જાહેરાતમાં જણાવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે