ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, ક્યારે યોજાશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2023-01-18 16:12:07

દેશના પૂર્વ ભાગના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આજે બપોરે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને ચૂંટણી કાર્યક્રમ અને ચૂંટણી પંચની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. 


ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી?


ચૂંટણીપંચે બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીપંચની જાહેરાત પ્રમાણે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામો 2 માર્ચે જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું કે નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભાનો 15 માર્ચે અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂર્ણ થવાનો છે. નોંધવા જેવી બાબત એ છે કે, ત્રણેય રાજ્યમાં બહુમતનો આંકડો 31 છે. 


વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન ક્યારે?


ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા જોઈએ તો ત્રિપુરામાં 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી નામાંકન ભરી શકાશે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 31 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી નામાંકન કરી શકાશે.


CECએ પરિસ્થિતીની કરી હતી સમીક્ષા


કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ અગાઉ ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી હતી. પંચે પૂર્વોત્તરના આ ત્રણ ચૂંટણી રાજ્યોમાં ચાર દિવસીય પ્રવાસ કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે બંને કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલે ત્રણેય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને પરિસ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.ચૂંટણી પંચના અધિકારીઓ 11 જાન્યુઆરીએ સૌથી પહેલા ત્રિપુરા પહોંચ્યા હતા. અહીંથી નાગાલેન્ડ અને છેલ્લે મેઘાલયની મુલાકાત લીધી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે