રાજ્યસભાની ત્રણ બેઠકો માટે નહીં યોજાય ચૂંટણી! કોંગ્રેસે ચૂંટણીને લઈ શા માટે લીધો આવો નિર્ણય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-07 16:47:41

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના સંગઠનને મજબૂત કરવા પાછળ પાર્ટી કામ કરી રહી છે. ત્યારે થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણીને લઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે. ત્રણ બેઠકો માટે ચૂંટણી થવાની છે જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. કારણ કે કોંગ્રેસ પાસે માત્ર 17 સીટો છે જ્યારે ભાજપ પાસે 156 સીટો છે. આવી સ્થિતિમાં પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


18 ઓગસ્ટે આ ત્રણ નેતાનો કાર્યકાળ થાય છે પૂર્ણ    

ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેનું નોટિફિકેશન થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે અને ઉમેદવારી ખેંચવાની આખરી તારીખ છે. પરંતુ આ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ ત્રણમાંથી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારને નહીં ઉભા રાખે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. કાર્યકાળ પૂર્ણ થવાને કારણે ચૂંટણી યોજાવાની છે. ગોવાની એક, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની ટર્મ પૂર્ણ થવાનો છે.  


ગુજરાત રાજ્યસભાની બેઠકો ભાજપના કબજે

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મતદારાઓએ ભાજપને ખોબેને ખોબે મત આપ્યા હતા.  182માંથી 156 સીટો ભાજપને ફાળે ગઈ છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પીછેહટ કરવામાં આવતા જે ભાજપના ઉમેદવારો છે તે બીન હરીફ ચૂંટાઇ શકે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.