હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડો, ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષામાં 6 માર્ક્સનો પ્રશ્ન પણ GR પ્રમાણે ના પૂછાયો


  • Published By :
  • Published Date : 2023-03-21 22:45:08

રાજ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરમાં ગરબડ થતી હતી તે તો સર્વવિદિત પણ આજે ધોરણ 12ની આર્ટસ અને કોમર્સની બોર્ડની પરીક્ષામાં પણ મોટો ગોટાળો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અંગ્રેજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. આ કારણે ઘણા વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. 


બોર્ડે શું ભાંગરો વાળ્યો?


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે તારીખ 21-03-2023, મંગળવારના રોજ  અંગ્રેજી 013ના સામાન્ય પ્રવાહમાં પ્રશ્રમાં 61માં પ્રશ્નમાં સ્પિચની અથવામાં અરજી પૂછવાની હોય છે તે પુછવામાં આવેલ નથી. હવે બોર્ડની આ ભૂલના કારણે લાખો વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર વૈકલ્પિક પ્રશ્ન અરજી (એપ્લિકેશન)ની જ તૈયારી કરી હતી. પણ આ વિકલ્પ જ ન રહેતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જો કે આ અંગે વિધાર્થીઓને ન્યાય આપવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ યોગ્ય રજૂઆત કરી છે. 


બોર્ડ પોતાનો જ નિયમ ભૂલી ગયું


પરીક્ષા અંગે સરકારના પરિપત્રમાં પણ સ્પિચ (ભાષણ)ના વિકલ્પ તરીકે અરજી (એપ્લિકેશન)નો પ્રશ્ન રાખવાનું ફરજીયાતપણે જણાવવામાં આવ્યું છે. તેમ છતાં બોર્ડ પોતાના જ બનાવેલા નિયમો ભૂલી ગયું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે