દિલ્હી જાય તે પહેલા જ મોદીના બીજા ગુજરાત પ્રવાસની તારીખો થઈ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:29:48

ભાજપનો પ્રચાર કરવા અનેક વખત ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. હાલ પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદીને ભાજપનો લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. ત્યારે 2 દિવસના પ્રવાસ દરમિયાન જનસંપર્ક કરી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. 


ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી

નિષ્ણાંતોના મતે પીએમ મોદીના અવાર-નવાર પ્રવાસોને કારણે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે સુરત ખાતે તેમણે રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પીએમનું અભિવાદન ઝીલ્યું હતું.


અમિત શાહ પણ આવશે ગુજરાતની મુલાકાતે 

ત્યારે પ્રવાસે આવેલા પીએમ મોદી દિલ્હી પહોંચે તે પહેલા જ, બીજી વખતના ગુજરાત  પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવી છે. 11મી ઓક્ટોબરે જામકંડોરણા ખાતે આવવાના છે  તેમજ 19મી ઓક્ટોબરના રોજ રાજકોટમાં તેઓ જનસંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ પણ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દિગ્ગજ નેતાઓના પ્રવાસ વધવાથી ભાજપનો ચૂંટણી પ્રચાર જોર-શોરથી થવા લાગ્યો છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે