વિધાનસભાનો ઘેરાવો કરતા માજી સૈનિક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:00:07

એક તરફ શિક્ષકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહી છે તો બીજી તરફ માજી સૈનિકો  પણ પોતાની માગણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર આવ્યો છે.


માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર

દેશની સીમા પર ખડેપગે રહી આર્મી જવાનો દેશને સુરક્ષિત રાખે છે. પોતાની ફરજ દરમિયાન અનેક સૈનિકો શહીદ થતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસના શહીદવીર જવાનોને ન્યાય મળે તે માટે પોલીસ પરિવાર પણ મેદાનમાં આવ્યા છે. પોતાની પડતર માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન કરવા તૈયાર થયેલા માજી સૈનિકો વિધાનસભા આગળ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


આંદોલન વધતા સરકાર ચિંતીત

ગ્રેડ પે મુદ્દાને લઈ પોલીસ પણ સરકાર વિરૂદ્ધ પડી હતી. સરકારે પોલીસની માગણી સ્વીકારતા મામલો શાંત થયો હતો. પોતાની માગણ સરકાર સમક્ષ મુકવા પોલીસ અને આર્મી જવાનોને પણ વિરોધ કરી આંદોલન ચલાવવા પડે તો તે સરકાર માટે શરમજનક વાત છે. માજી સૈનિકની વેદના સમજનાર પોલીસ જવાનોના પરિવાર પણ તેમના સમર્થનમાં આવતા સરકાર પર વધારે દબાણમાં આવી શકે છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ સરકાર આંદોલનમાં ઘેરાઈ રહી છે. રાજ્યમાં આંદોલનો વધતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.         



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે