રાજસ્થાનમાં ટ્રેનને પાટા પરથી પાડી દેવાનો નિષ્ફળ પ્લાન, ગેહલોતે તપાસના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 17:06:27

ઉદયપુર-અમદાવાદના રેલવે ટ્રેક પર  રાત્રે દસ વાગ્યા નજીક ધમાકો થયો હતો અને નજીકના ગામના લોકો જાગી ગયા હતા. આ બ્લાસ્ટ ઉદયપુરથી 35 કિલોમીટર દૂર ટ્રેનનો ટ્રેક તોડવા માટે હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સમગ્ર મામલે તરત તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ આ ટ્રેક પર ટ્રેનની અવર-જવર અટકાવી દેવાઈ છે. 

આતંકવાદી પ્રવૃતિના એન્ગલથી તપાસ શરૂ

ગ્રામજનોએ ઘટનાસ્થળે જોયું ત્યારે પાટા પર નટબૉલ્ટ નહોતા. રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ પણ પડ્યો હતો. આ જોઈને સ્થાનિકોએ રેલવે પોલીસ સહિત રાજસ્થાન પોલીસને તપાસના આદેશ આપી દીધા છે. રેલવે તંત્રએ પણ ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે