ભૂપેન્દ્ર પટેલની સરકારનું એક વર્ષ, ઉજવણી કાર્યક્રમમાં ખેડૂતોએ રંગમાં ભંગ પાડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 15:34:40

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે સરકાર વિરોધી લોકજુવાળ પણ ચરમસીમા પર છે. સમાજના તમામ વર્ગો તેમની માંગણીઓને લઈ રાજ્ય સરકાર સામે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓ, માજી સૈનિકો તથા ખેડૂતોમાં સરકાર પ્રત્યે ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.



ગાંધીનગરમાં ખેડૂતોએ કર્યું વિરોધ-પ્રદર્શન


ખેડૂતો તેમની પડતર માગણીને લઈને રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોની માંગણી મુદ્દે કોઈ ચર્ચા કે નિર્ણય કરવામાં આવ્યો નથી. સરકારના આવા અક્કડ વલણ સામે ખેડૂતોમાં ભારે આક્રોસ છે. ગાંધીનગરમાં આજે  ભૂપેન્દ્ર પટેલ સરકારની 1 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેટલાક ખેડૂતો ઘૂસી ગયા હતા. ઉશ્કેરાયેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આગામી સમયમાં તેમની માગણી નહીં માને તો તેઓ સરકારને ઘેરશે.


રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે 1 વર્ષ પુરૂ થયું, એક વર્ષ અગાઉ આજના દિવસે જ તેમણે તેમના નવા પ્રધાન મંડળ સાથે શપથ લીધા હતા. જેની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજે ત્યાં પહોંચી ગયા હતા અને મહાત્મા મંદિર બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે