પાનોલી જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ, આગને પગલે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 11:42:24

અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન આગ લાગી રહી છે. ત્યારે પાનોલી જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ત્યાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેના ઘૂમાડાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જેને કારણે ત્યાંના લોકોને ખસેડવામાં આવ્યા હતા.


ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો  

ગુજરાતમાં આજકાલ આગ લાગવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે જ્યારે અનેક લોકો મોતને ભેટ્તા હોય છે. જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગતી હોય છે. ત્યારે ફરી એક વખત પાનોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. 


ઘૂમાડાને ચારેય તરફ ફેલાઈ ગયો હતો 

આગ એટલી ભયંકર હતી કે આગનો ધૂમાડાને કારણે આકાશ દેખાતું ન હતું. મળતી માહિતી અનુસાર આ આગ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં લાગી હતી. આગના ધૂમાડાને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે લોકોને ખસેડવામાં આવ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે