એલિસબ્રિજ નજીક આવેલા તક્ષશિલા હાઈરાઈઝ બિલ્ડીંગના 12માં માળે લાગી આગ


  • Published By :
  • Published Date : 2023-02-03 09:58:16

આગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે તે સિવાય નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.


ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ 

થોડા સમય પહેલા શાહીબાગમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી હતી જેમાં એક બાળકીનું મોત થયું હતું. તે ઉપરાંત ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ આગનો કિસ્સો બન્યો હતો. ત્યારે વહેલી સવારે ફરી એક વખત આગ લાગી છે. એક કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. 


તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે લાગી આગ

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવવા 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગતા જ ઘરના સભ્યો અને રહીશો ઘરની બહાર નિકળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઈલેક્ટ્રિક ડકમાં ધુમાડા નીકળતા શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે