Ahmedabadમાં ફરી ફાયરિંગની ઘટના, Chandkheda વિસ્તારમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું!


  • Published By :
  • Published Date : 2024-01-12 16:13:37

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ અમદાવાદમાં એક ફાયરિંગની ઘટના બની છે. ચાંદખેડા વિસ્તારમાં એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું, એક નહીં પરંતુ ત્રણ રાઉન્ડ ફાયરિંગ ના કર્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.  

અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ

અમદાવાદમાં ફાયરિંગ ઘટનાઓ સામે આવી રહી છે. ખુલ્લેઆમ અસામાજિક તત્ત્વો ગેરકાયદેસર રીતે ઘાતક હથિયારો લઈને ફરતા હોય છે અને જાહેરમાં ફાયરિંગ કરી સામાન્ય જનતામાં ભયનો માહોલ ઉભો કરતા હોય છે. ચાંદખેડા તપોવન સર્કલ પાસે અચાનક જ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાં બનતા આજુબાજુનાં વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો. આ અંગેની જાણ ચાંદખેડા પોલીસને થતા પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી શા મામલે ફાયરીંગ કરવામાં આવ્યું હતું તે તપાસ કરવામાં આવી હતી. 


ગાડી પર પથ્થરમારો કરાયો! 

આ સદનસીબે ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જે વ્યક્તિ ફાયરિંગ કરે છે જેનો વિડિઓ પણ સામે આવ્યો છે. જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવત હવામાં ફાયરીંગ કર્યા બાદ જ્યારે ગાડીમાં પરત બેસી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક શખ્શ દ્વારા તેમની ગાડી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ પણ લોકોમાં અનેક તર્ક વીતર્ક જોવા મળી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે