અમદાવાદનો ફ્લાવર-શો બન્યું આકર્ષણનું કેન્દ્ર, શોના પીએમ મોદીએ પણ કર્યા વખાણ


  • Published By :
  • Published Date : 2023-01-05 11:12:32

કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ કાર્યક્રમનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું ન હતું. પરંતુ કોરોના સંક્રમણ ધીરે ધીરે આછું થતા આ વખતે તંત્ર દ્વારા અનેક આયોજન કરવામાં આવ્યા છે. એ કાંકરિયા કાર્નિવલ હોય કે પછી ફ્લાવર-શો હોય. હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે ત્યારે ફ્લાવર-શોને લઈ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી છે.  ટ્વિટ કરતા તેમણે કહ્યું કે વર્ષોથી અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.

  

કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર શોનું કરાયું આયોજન

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે કોઈ પણ તહેવાર અથવા તો આયોજન મોટા પાયે કરવામાં આવ્યા ન હતા. દર વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું તેમજ ફ્લાવર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે તેનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે કોરોનાનો કહેર હાલ દેખાઈ નથી રહ્યો. ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 


ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે હજારો લોકો 

કાંકરિયા કાર્નિવલનો લાભ લાખો લોકોએ લીધો છે. કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યો હતો. ત્યારે 12 જાન્યુઆરી સુદી ફ્લાવર શો ચાલવાનો છે. આ શોની મુલાકાત પણ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે જેને કારણે અટલ બ્રિજ પર પણ માનવ મહેરામણ જોવા મળી રહ્યા છે. 


વડાપ્રધાન મોદીએ લીધી ફ્લાવર શોની નોંધ કર્યું ટ્વિટ

ત્યારે ફ્લાવર શોના ભવ્યતાની નોંધ વડાપ્રધાન મોદીએ લીધી છે. ફ્લાવર શો અંગે ટ્વિટ કરી હતી અને લખ્યું કે અદ્ભૂત લાગે છે. વર્ષોથી અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે. આ ફ્લાવરમાં શિયાળામાં થતા ફૂલોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક રાજ્યોનાં વિવિધ પુષ્પો પણ જોવા મળે છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે