અમદાવાદમાં ફલૂ, ઝાડા, ઉલટી અને ડેન્ગ્યૂના કેસ વધ્યા, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 11:28:09

અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવાના કારણે તથા સ્વચ્છતાના અભાવે રોગચાળાનો રાફડો ફાટ્યો છે. શહેરમાં સિઝનલ ફલૂ, ઝાડા-ઉલટી અને ડેન્ગ્યૂના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. શહેરમાં ત્રણ દર્દીઓના મોત પણ સ્વાઈન ફ્લૂના કારણે થયા છે.તે ઉપરાંત વાઈરલ ફીવર, શરદી અને ખાંસી સહિતના દર્દીઓ સંખ્યામાં પણ નોંધપાત્ર વધ્યા છે.


રોગચાળાનો રાફડો ફાટ્યો


ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફલૂના 709, ઝાડા ઉલટીના 816 અને ડેન્ગ્યૂના 221 સાથે કોલેરાના 12 કેસ નોંધાયા છે. શહેરમાં ઓગસ્ટ મહિના અંત સુધીમાં મચ્છરજન્ય મેલેરિયાના 200 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 169 કેસ નોંધાયા હતા. શહેરમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોચચાળાના 67,632 લોહીના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ડેન્ગ્યૂ માટે 3184 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીજન્ય રોગના કેસમાં ઝાડા ઉલટીના 816 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં કમળાના 192, ટાઈફોઈડના 349 કેસ નોંધાયા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે