નવરાત્રિના પેહલા ચાર દિવસ ‘બ્રહ્માસ્ત્ર’ની ટિકિટ 100 રૂપીયામાં દેખવા મળશે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:50:18

રણબીર કપૂર તથા અલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરે રીલીઝ થઈ હતી. આ ફિલ્મ લોકોને ઘણી ગમી છે. હાલમાં ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે નવરાત્રીના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં મળશે.

 

નેશનલ સિનેમા ડેનો ફાયદો મળ્યો

ઉલ્લેખનીય છે કે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડેના સેલિબ્રેશન હેઠળ 75 રૂપિયામાં ટિકિટ વેચવામાં આવી હતી. આનો ફાયદો 'બ્રહ્મસ્ત્ર'ને થયો હતો. આથી 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી 'બ્રહ્માસ્ત્ર'ની ટિકિટ 100 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થિયેટરમાં 75 રૂપિયામાં ટિકિટ વેચાતી હોવા થી એકજ દિવસમાં 'બ્રહ્માસ્ત્ર'ની 15 લાખ ટિકિટ વેચાઈ હતી. ત્રીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં 240%નો વધારો થયો છે.



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..