આ કારણથી હાર્દિક પટેલની જવાબદારીમાંથી બાદબાકી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:53:37

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ત્રણેય પક્ષો પોતાની રીતે સભાઓ ગુંજવી રહી છે, રેલીઓ કરી રહી છે ત્યારે ભાજપની આવતીકાલે ગૌરવ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા હાલ વિવાદનું કેન્દ્ર બની રહી છે. 


હાર્દિક પટેલનું નામ રાખીને ફરી હટાવી દેવાયું

આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની ગૌરવ યાત્રા શરૂ થવા જઈ રહી છે. મહેસાણાના બહુચરા વિસ્તારમાં  ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પહેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ નીતિન પટેલનું નામ નૈતૃત્વમાંથી હટાવી લેવામાં આવ્યું હતું. 


આ કારણથી હાર્દિકનું નામ હટાવી લેવાયું

હાર્દિક પટેલ પહેલેથી ઉગ્ર સ્વભાવના અને મન ફાવે તેમ નિવેદન આપતા નેતાઓમાંના એક છે. હાર્દિક પટેલ પર પાટીદાર આંદોલન સમયનો એક કેસ છે. આ કેસમાં તેમને જામીન મળ્યા છે. આ જામીન માટે શરત રાખવામાં આવી હતી કે હાર્દિક પટેલ બહુચરાજી વિસ્તારમાં નહીં આવી શકે. જો હાર્દિક પટેલ આ વિસ્તારની અંદર આવે તો શરત ભંગ થઈ કહેવાય. જો શરત ભંગ થાય તો તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. આથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે.  


હાર્દિકનું નામ હટાવી અલગ નેતાઓને જવાબદારી

બહુચરાજી વિસ્તારની ગુજરાત ગૌરવ યાત્રાની જવાબદારી હાર્દિક પટેલને આપીને હટાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ફરી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનું નામ ઉમેરી દેવામાં આવ્યું હતું. કેન્દ્રમાંથી ગુજરાત ગૌરવ યાત્રાનું નૈતૃત્વ પરષોત્તમ રૂપાલા અને દાનવે દાદારાવ કરશે.  


બહુચરાજીથી માતાના મઢ સુધીની ગૌરવ યાત્રા

આવતીકાલથી 20 ઓક્ટોબર એટલે કે કુલ આઠ દિવસ સુધી ભાજપ ગૌરવ યાત્રા કરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે ગુજરત ગૌરવ યાત્રાનું દ્વારકા ખાતે પ્રસ્થાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ યાત્રામાં મહેસાણા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા એમ ચાર જિલ્લાઓને આવરી લેવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે