ત્રિપુરાના પૂર્વ CM બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર કરાયો હુમલો, વાહનોને લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-01-04 09:03:20

ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવના વારસાગત મકાન પર હુમલો કરવામાં આવ્યો છે. તોડફોડ કરી ગાડીમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનાનો આરોપ બીજેપીએ સીપીએમના સમર્થકો પર લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે દરમિયાન ઘરમાં કોઈ ન હતું.


ઘટનાનો આરોપ ભાજપે CPMના કાર્યકર્તા પર લગાવ્યો 

બિપ્લવ કુમાર દેવ જે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના ઘર બહાર અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત આગ પણ લગાડવામાં આવી હતી. આ ઘટનાને લઈ ભાજપ આક્રામક મૂડમાં દેખાઈ રહ્યું છે. ભાજપે આ ઘટનાનો આરોપ CPMના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના વારસાઈ ઘર બહાર જે ઘટના બની તે ગોમતી જિલ્લા અંતર્ગત ઉદયપુર સબ ડિવીઝનના જમજુરીમાં આવેલું છે. 


અસામાજીક તત્વોએ લગાવી આગ 

ઘરને તો નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પરંતુ પાર્ટીના ઝંડાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પાર્ટીના ઝંડાને નષ્ટ કરી દીધો હતો. જે દરમિયાન આ ઘટના બની તે સમયે ઘરમાં કોઈ હાજર ન હતું. પોલિસના જણાવ્યા અનુસાર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને આગ પણ લગાડવામાં આવી હતી.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે