એક જ પરિવારના ચાર સભ્યોએ દાંતીવાડા ડેમમાં લગાવી મોતની છલાંગ, સામૂહિક આત્મહત્યાથી પંથકમાં શોકની લહેર


  • Published By :
  • Published Date : 2023-11-05 16:57:46

રાજ્યમાં સામૂહિક આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે, સુરત બાદ હવે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નાની ભટામલ  ગામે એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં પડી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ ચારેયના મૃતદેહોને દાંતીવાડા ડેમમાં  ડેમમાથી બહાર કાઢી દીધા છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના 4 લોકોના મોત મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, 4 લોકોએ અગમ્ય કારણોસર દાંતીવાડા ડેમમાં કૂદીને કરી લીધો આપઘાત કરતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


ઘર કંકાસના કારણે આપઘાત


દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના સાસુ,વહુ, દીકરી અને દીકરાએ સામુહિક રીતે આત્મહત્યા કરી લેતા પંથકમાં હાહાકાર મચી ગયો છે. કોઈના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. મૃતક પરણીતાના ભાઈએ બનેવી અને બહેનનાં સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ અને સસરાના ઘર કંકાસમાં પત્ની, દીકરો, દીકરી અને સાસુએ આત્મહત્યા કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસએ મૃતક પરણીતાના ભાઈ પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદને આધારે પતિ નારણસીંગ ગેનસીંગ ચૌહાણ અને સસરા ગેનસીંગ સ્વરૂપસીંગ ચૌહાણ સામે 306નો ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ લોકોના પરિવારજનો અને પાડોશીઓના નિવેદન લેવાની ગતિવિધી હાથ ધરી છે. આ ચકચારી ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. તેમજ સમગ્ર દાંતીવાડા પંથકમાં શોકની લહેર વ્યાપી જવા પામી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે