અંબાજી હદાડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, બસના થયા બે ટુકડા, 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-09-24 17:17:12

એક બાજુ લાખો લોકો માતાના દરબારમાં શીશ નમાવવા જય રહ્યા છે. ત્યારે આ અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.હાલ અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો જામ્યો છે. જેમાં લખો લોકો પહોંચી રહ્યા છે. ત્યારે આજે અંબાજી હદાડ માર્ગ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ઘણા લોકો ઇજા ગ્રસ્ત બન્યા છે. જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જેમાં આ અકસ્માતમાં ખાનગી બસ પલટી જતા બસના 2 ટુકડા થયા છે. આ ઘટનામાં 25 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. આ અકસ્માતમાં બાળકો, મહિલાઓ અને પુરુષોને ઈજા પહોંચી છે. પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 અને પોલીસની ગાડી મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે