ઊડતાં ગુજરાત ! ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની રેલમછેલ. વડોદરા NSUIના કાર્યકરોએ રાજ્યની દારૂનીતિ સામે ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ સાથે ચક્કાજામ કર્યો.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 18:30:47

અમદાવાદ હોય કે વડોદરા પૈસાદાર લોકોના નબીરાઓ સામાન્ય માણસને એવી રીતે કચડી રહ્યા છે કે જાણે તેઓ જીવન જીવવાના હક્કદાર જ નથી! કયાં સુધી લોકો મરતા રહશે? ગુજરાતમાં કેવી છે આ દારૂબંધી?જયાં સામાન્ય માણસ માટે પોલીસ કડકાઈથી કામ લે છે, ત્યાં નબીરાઓ સામે પોલીસ કેમ ઢીલી પડે છે? વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના NSUIના કાર્યકરોએ રાજ્યની કથડતી દારૂનીતિ અને ડ્રગ્સના ખુલ્લા વેચાણ સામે જાહેર રસ્તા પર આવીને પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોનાં પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંઆ વિરોધ પ્રદર્શન સામે ફતેગંજ પોલીસે વિરોધ કરી રહેલા  10 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.




ગૃહમંત્રી વારંવાર મીડિયા સામે આવી કરોડના ડ્રગ્સના પેકેટ પકડાયની સફળતાનો શ્રેય લે છે ત્યારે લોકોને મનમાં પ્રશ્ન થાય છે કે પકડાયેલું ડ્રગ્સ પૂરે પૂરું જાહેર થાય છે કે કેમ? જે રીતે રાજ્યભરમાં HIT & RUNના કેસ વધી રહ્યા છે તે જોતાં ગૃહમંત્રીની પકડ ઢીલી પડતી હોય તેમ લાગી રહયું છે... NSUIના કાર્યકર દુષ્યન્ત રાજપુરોહિતએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે ડ્રગ્સના નશામાં હતો. ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે, દારૂબંધી છે, તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વેપલો ચાલી રહ્યો છે.

 


વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારો ૨૩ વર્ષીય રક્ષિતે કરેલા અકસ્માત બાદ, વિધાર્થીઓએ રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટી માંથી હકાલપટ્ટી કરવાની માંગ કરી છે 

ફિલ્મ કલાકાર જહાનવી કપૂરે પણ આ ઘટના અંગે નિદા કરી છે. અકસ્માત બાદ ઓમ નમો શિવાય ના નારા લગાવી શું સહિત કરવા માંગતો હશે રક્ષિત? ધર્મના નામે શું બધુંજ ચાલે દેશમાં?

કેટલાય સવાલો ના જવાબ આપણે પણ આપવાના છે શું વ્યક્તિ ધર્મના નામે સમાજ કશું પણ ચલાવી લઈશું? શું આપણો ધર્મ આવા લોકોને રક્ષણ કરવા માટે છે? અકસ્માતમાં મારનાર લોકોના ભગવાન નથી કે એમનો ધર્મ નથી? 

 સમાજમાં આવા ગુન્હા કે ઘટનાઓ ને અટકાવી શકશે તેને માટે સૌએ મળીને કામ કરવું પડશે. બાળકોને જરૂર કરતાં વધુ નાણાં આપીને નવી પેઢીને વિનાશ તરફ ના ધકેલીએ એજ મોટી સમાજ  અને દેશ પ્રત્યે સેવા હશે. તમારા સંતાનોને સારા નાગરિક બનાવો. રખડતો ગુનેગાર કે નસેડી યુવા એ નવી મહાસત્તાની ખેવના કરતો આપણા દેશ માટે શું યોગદાન આપશે ..?  


 

 






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.