Gandhinagar - 'આઇકોનિક રોડ' પર લકઝરી કારમાં સિનસપાટા કરનારા નબીરા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2024-08-21 18:15:26

સોશિયલ મીડિયાનો જમાનો છે. લાઈક મેળવાના ચક્કરમાં યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા પહેલા નથી વિચારતા.. સોશિયલ મીડિયા પર સ્ટંટ વાળા વીડિયો વાયરલ થતાં અનેક કિસ્સાઓમાં પોલીસ કાર્યવાહી કરતી હોય છે. અનેક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે ગાંધીનગરથી આવા જ સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસે જોખમી સ્ટંટ કરનાર 20 જેટલા નબીરાઓ વિરૂદ્ધ પોલીસે એક્શન લીધા છે. ગાંધીનગરમાં આઈકોનિક રોડ પર અનેક નબીરાઓ  મોંઘીઘાટ ગાડીઓને પુરઝડપે દોડાવી રહ્યા છે.. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.

Image

   

લોકો પોતાના જીવને મૂકે છે જોખમમાં!

રીલ્સ બનાવા માટે યુવાનો કઈ હદ સુધી જઈ શકે છે તે આપણે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીએ છીએ ત્યારે જોતા હોઈએ છીએ.. પોતાના જીવની પરવા તો અનેક વખત લોકો કરતા જ નથી પરંતુ કોઈ વખત તો સામે વાળાના જીવનની પણ પરવાહ લોકો નથી કરતા. અનેક રીલ્સ તો એવી હોય છે જે જોયા પછી આપણને બીક લાગવા લાગે છે. એ લોકોના દિમાગમાં કદાચ એવું હોય છે કે જેટલો જોખમી સ્ટંટ એટલા વધારે લાઈક.. સ્ટંટ કરનાર લોકો એ ભૂલી જાય છે કે પોલીસ પણ હવે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જોખમી વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી કરે છે. 

Image


વીડિયો વાયરલ થતા કરાઈ કાર્યવાહી 

ત્યારે ગાંધીનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નબીરાઓ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા 'આઇકોનિક રોડ' પર 10થી વધુ લકઝુરિયસ કાર ચલાવી રહ્યા છે.  સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો જ વાયરલ થતા હોય છે જેમાં કાયદા અને વ્યવસ્થાને પકડાર કરવામાં આવતો હોય તેવું લાગે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે નબીરાઓની તપાસ કરવાની શરૂઆત કરી.. અને 7 જેટલા નબીરાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી. મહત્વનું છે કે જે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે તે વીડિયો બે મહિના પહેલાનો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે