ગરબા રસિયાઓ ગરબે રમવા થઈ જાવ તૈયાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:59:44

આ વર્ષે રાજયમાં ચોમાસાનું આગમન વહેલા થઈ ગયું હતું પરંતુ હજું સુધી ચોમાસાની વિદાયના કોઈ સંકેત નથી. પરંતુ હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાની શક્યતા છે. હવામન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળમાં લો પ્રેશરના કારણે સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં છે. હાલ પણ હવામાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. 


વરસાદના વિરામ બાદ વાદળછાયું વાતાવરણ 

અત્યારે થોડા દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં હાલ ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં વરસાદ યથાવત્ રહશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. 


નવરાત્રિમાં વરસાદ નહીં નડે 

આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓને ડર હતો કે વરસાદ નવરાત્રિ બગાડશે પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતેની જાહેરાત કરી દેવામાં આવી છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે. માટે હવે ગરબા રસીકો ચિંતા વગર મન મૂકીને ગરબે રમી શકશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે