વિસાવદર તાલુકાના રાજપરા ગામે યોજાયો ગઢવી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ


  • Published By :
  • Published Date : 2023-02-12 13:34:21

જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પ્રયાસથી વિસાવદર તાલુકાના રાજપરા ગીર ગામે 'દીકરી તુલસીનો ક્યારો' શીર્ષક હેઠળ  ગઢવી-ચારણ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમૂહ લગ્નોત્સવમાંમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


14 નવ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા


વિસાવદરથી 15 કિ.મી દુર ગીર જંગલમાં આવેલા એક ગામ રાજપરામાં રવેચી માતાના સાનિધ્યમાં તા 11 ફ્રેબુઆરીએ ગઢવી સમાજની 14 દિકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. શ્રી રાજભા ગીર સેવા ફાઉન્ડેશન દ્વારા ગીરના નેસડામાં આ પ્રથમ  સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 


મોગલ માતાઓ ઉપસ્થિત રહી


આ સમૂહ લગ્નોત્સવમાં ચારણ ગઢવી સમાજના 14 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે આ નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવા આજુબાજુના ધર્મ સંસ્થાઓમાંથી આઈ મોગલ માતાઓ પધારી આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ભજન-સંતવાણીનો કાર્યક્રમ 


રવેચી ધામ ખાતે રાત્રે ભજન અને સંતવાણી લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરામણ ગઢવી,  હરેશદાન ગઢવી, જીજ્ઞેશ બારોટ, રાજભા ગઢવી વગેરે કવાકારોએ તેમની ચારણી શૈલીમાં લોક લાહિત્યની રમઝટ બોલાવી હતી. ડાયરાની મજા માણવો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે