બ્રેકિંગ ન્યૂઝ: ઉજ્જવલા યોજના હેઠળ રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર નિ: શુલ્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 15:45:15


ગુજરાત સરકારે દિવાળી પહેલા  ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકોની દિવાળી સુધારી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, 'ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ 650 કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.' સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે. 8થી 9 લાખ જેટલાં રીક્ષા ચાલકોને આ ભાવ ઘટાડોનો લાભ મળશે. CNG વાહન ચાલકો માટે 700 કરોડની રાહત અને PNGમાં 1000 કરોડની રાહત આપવામાં આવી છે. આમ કુલ 1700 કરોડનો લાભ થશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે