ગૌતમ અદાણીની વધી મુશ્કેલી! Gautam Adani સામે US Courtનું Arrest Warrent! શેરોમાં ભારે કડાકો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-21 13:37:20

શેર માર્કેટ સાથે સંકળાયેલા લોકો નસીબ પર વિશ્વાસ કરતા હોય છે... કોઈ શેર ક્યારે પણ ઉંચકાઈ જાય અને કોઈ વખત શેરમાં ઘટાડો આવી જાય... કોઈ વખત નુકસાન થાય તો કોઈ વખત ફાયદો થાય.. આજે શેરમાર્કેટની વાત એટલા માટે કરવી છે કારણ કે અદાણીના શેરોમાં ભારે કડાકો આવ્યો છે... ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.  તેમના વિરૂદ્ધ arrest warrant જાહેર કર્યું છે....

કોના કોના નામનો છે સમાવેશ?

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2 હજાર કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું. અરેસ્ટ વોરંટમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનના નામ પણ આરોપીઓમાં સામેલ છે. આ સમાચાર સામે આવતા અદાણીના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો છે... 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....