કોહલી-કોહલીના નારાથી ગુસ્સે થયો ગૌતમ ગંભીર, દર્શકો સામે કરી અશ્લીલ હરકત, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-04 22:29:08

ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની પાંચમી મેચ કેન્ડીના પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ મેચમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ રહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર(Gautam Gambhir)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન જ્યારે ગંભીર મેદાનની અંદર જઈ રહ્યો હતો ત્યારે દર્શકોએ કોહલી-કોહલીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આના પર ગુસ્સે થયેલા ગંભીરે પ્રતિક્રિયા આપતા તેની મીડલ ફિંગર બતાવી હતી.


ગૌતમ ગંભીરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


ગૌતમ ગંભીર નો સ્ટેડિયમમાં ફેન્સ સામે અશ્લીલ ઈશારો કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહા મુકાબલાનો હોવાનું સામે આવ્યું છે, જોકે આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયો ભારત અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.


ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો 


આ ઘટના બાદ આજે ભારત અને નેપાળ વચ્ચેની મેચ બાદ ગૌતમ ગંભીરે આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો. ગંભીરે મિડલ ફિંગર વાયરલ વીડિયો વિશે કહ્યું, “ભીડ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી હતી, એક ભારતીય તરીકે, હું મારા દેશ વિશે આવું બોલનાર કોઈની વાતોને સહન કરી શકતો નથી તેથી આ રીતે પ્રતિક્રિયા આપી હતી. તમે સોશિયલ મીડિયા પર જે જુઓ છો તે હંમેશા સત્ય નથી હોતું.”



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.