ગીતા રબારીની અમેરિકામાં ગરબાની જમાવટ, વિદેશીઓને પણ ગરબા, રાસ અને હીંચનું ઘેલું લગાડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 17:14:12

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ હર્ષોલ્લાસભેર ગરબા અને દાંડિયા રાસની જમાવટ કરી હતી. કોરોના રોગચાળાના બે વર્ષ બાદ નવરાત્રીનું યોજાઈ શકી હોવાથી લોકોમાં તે અંગે ભરપુર ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે વિદેશોમાં હજુ પણ નવરાત્રીનો નશો હજુ  ઉતર્યો નથી. ત્યારે ગુજરાતના લોક ગાયિકા ગીતાબેન રબારીએ હાલમાં જ અમેરિકામાં નવરાત્રી કાર્યક્રમો કર્યા હતા. 


અમેરિકાના વિવિધ શહેરોમાં ગરબાના કાર્યક્રમ


ગીતાબેન રબારીએ અમેરિકામાં અલગ અલગ શહેરો જેવા કે ન્યૂ જર્સી, શિકાગો, કેન્ટુકી વગેરેમાં કાર્યક્રમો કર્યા હતા. ગીતા રબારીના સુરીલા અવાજ પર વિદેશીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. વિદેશીઓ પણ ગીતાબેન રબારીનાં સૂર પર ગરબે ઘૂમવા લાગ્યા હતા. ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાર્યક્રમોની તસવીરો તથા વિડીયો શેર કર્યા છે. તેમણે શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલા ઉત્સાહથી વિદેશમાં પણ લોકો ગરબે ઘૂમી રહ્યા છે. 




ગીતાબેન રબારીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો 


ગીતાબેન રબારીએ શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ ભીડ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે તહેવારોની સિઝનની વાત આવે છે ત્યારે તે હંમેશા ટોપ-લિસ્ટેડ ગાયકોમાંની એક રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે