નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બની ગયા જનરલ અનિલ ચોહાણ .....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:19:46

 આખરે દેશને મળીજ ગયા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ ખાલી પડેલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જગ્યા આખરે ભરાઈ ગઈ છે. લેફ. જનરલ અનિલ ચૌહાનને સરકારે નવા CDS નિયુક્ત કર્યા છે. પેહલા જનરલ બિપિન રાવલના હેલીકોપ્ટરના અકસ્માતમાં નિધન થયું હતું બાદ આ હોદ્દો ખાલી હતો અને આજે તે ભર્યો છે.

 

કોણ છે જનરલ અનિલ ચોહાણ 

લેફ. જનરલ અનિલ ચૌહાણને 40 વર્ષની લશ્કરી સેવાનો અનુભવ છે. અનિલ ચોહાણે ઘણા કમાન્ડ, સ્ટાફ અને બીજા મહત્વના હોદ્દાઓ શોભાવ્યાં છે અને તેઓ જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટમાં આતંકવાર વિરોધી અભિયાનોમાં ખૂબ ઊંડો અનુભવ ધરાવે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે