પ્રસંગોમાં DJ વાગતા ડી.જેને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન, ધારાસભ્યે આપ્યું દીકરીઓના ભાગી જવા પાછળનું કારણ! જાણો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-25 16:49:58

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પોતાના નિવદેનને કારણે ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાભર ખાતે આયોજીત ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપતા તેમણે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી પારણું ન બાંધવું જોઈએ. કાર્યક્રમમાં હાજરી આપી તેમણે 34 દંપત્તિને આશીર્વાદ આપ્યા હતા.     


ડી.જે પર પ્રતિબંધ મૂકવા ગેનીબેન ઠાકોરે કરી હતી માગ!

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાત કહી હતી. ભાભરના ઈન્દ્રરવા ગામમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. તેમણે કહ્યું કે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજેના તાલે ઝુમતા હોય છે. યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.   


દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર!

ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું કે દીકરીઓના નાસી જવા પાછળ ડીજે જવાબદાર છે. તેમણે કહ્યું કે રાત્રે તમે ડીજે વગાડો.. નાચવાવાળા સંસ્કૃતિ વિરૂદ્ધના ગીતો ગાય.. રાત્રે બે વાગ્યે લોકો નાચે. આમંત્રણ મળ્યું હોય તેવા લોકો પણ આવે અને આમંત્રણ ના મળ્યું હોય તેવા લોકો પણ આવે. નાસી જવાની ખરાબ ઘટનાઓ બનતી હોય તો આ ડીજે તેના માટે જવાબદાર છે. તે ઉપરાંત તેમણે નવ દંપત્તિને સલાહ આપતા કહ્યું હતું કે નવયુગલો જ્યાં સુધી કમાતા ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધવું જોઈએ.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે