બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં ગર્લફ્રેન્ડને ચોથા માળેથી નીચે ફેંકી, યુવતીનું મોત, આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2022-11-16 15:15:56

લખનૌના દુબગ્ગામાં બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં પ્રેમીએ પ્રેમિકાને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન થોડા સમય બાદ તેમનું મોત થયું હતું. તે જ સમયે, આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પીડિતાના પરિવારજનોની ફરિયાદ પર હત્યા અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો કેસ નોંધવામાં આવ્યો છે.

Image

નિધિ ગુપ્તા (19) તેના પરિવાર સાથે દુબગ્ગાની દુદા કોલોનીમાં રહેતી હતી. તેણીને નજીકના બ્લોક નંબર-40માં રહેતા સુફીયાન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર સુફિયાને તેને થોડા દિવસ પહેલા મોબાઈલ ફોન આપ્યો હતો. સંબંધીઓને મંગળવારે આ અંગેની જાણ થઈ હતી. આ અંગે ફરિયાદ કરવા તેઓ સુફીયાનના ઘરે પહોંચ્યા ત્યારે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન યુવતી ટેરેસ પર ગઈ હતી. સુફીયાન પણ તેની પાછળ ગયો. યુવતીના સંબંધીઓનો આરોપ છે કે સુફિયાને યુવતીને ટેરેસ પરથી નીચે ફેંકી દીધી હતી.

Image

ઘણા દિવસોથી ધર્મ બદલવાનું દબાણ હતું

પરિવારજનોના જણાવ્યા અનુસાર હાઈસ્કૂલ પાસે નિધિ બ્યુટી પાર્લરમાં કામ કરવાનું શીખી રહી હતી. સુફિયાન તેનું ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ માટે તે ઘણા દિવસોથી દબાણ કરતો હતો. જ્યારે નિધિ તેનો વિરોધ કરી રહી હતી.


આરોપીની શોધમાં પોલીસની ત્રણ ટીમો તપાસ કરી રહી છે

સુફીયાન અને નિધિ બંને પરિવારો વચ્ચેના વિવાદને કારણે બ્લોકના મોટાભાગના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. દરમિયાન અચાનક ચોથા માળેથી કઈક પડવાનો અવાજ સંભળાયો હતો. લોકોએ જોયું તો નિધિ લોહીથી લથપથ રોડ પર પડી હતી. સ્વજનો તેને બેભાન અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા હતા. તે જ સમયે પડોશીઓએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ નિધિનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગુનો કર્યા બાદ માત્ર સુફીયાન જ નહીં પરંતુ તેનો આખો પરિવાર ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. સુફીયાન મોબાઈલ પર પણ યુવતી પર ધર્મ બદલવા માટે દબાણ કરતો હતો. ઈન્સપેક્ટર-ઈન્ચાર્જ દુબગ્ગા સુખબીર સિંહ ભદૌરિયાના જણાવ્યા મુજબ, યુવતીના પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ પોલીસની ત્રણ ટીમ આરોપીની શોધખોળ રહી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે