અહો આશ્ચર્યમ! દુબઈનો મુસાફર પેટમાં એક કિલો સોનું લઈને આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 12:08:13

તત્કરો સોનાની તસ્કરી માટે ખુબ જ વિચિત્ર અને અવિશ્વસનિય કહીં શકાય તેવા તિકડમ અજમાવતા હોય છે. જેમ કે  દુબઈનો એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેની કેરળના કરીપુર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. 


પેટમાં ચાર કેપ્સૂલ છુપાવી હતી


સોનાની તસ્કરીમાં સામેલ આ આરોપીની ઓળખાણ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના વરિયામકોડના મૂળ નિવાસી નૌફલ (36) તરીકે થઈ છે. નૌફલ સોમવારે દુબઈના કરીપુર એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેને પેટમાં ચાર કેપ્સૂલ છુપાવીને 1.063 કિલો સોનું તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના શરીર અને સામાનનું ચેકીંગ કર્યું, પણ સોનું શોધવામાં નિષ્ફળ રહ્યા.


આરોપી નૌફલની અટકાયત કર્યા બાદ તેને કોંડોટ્ટીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સ રેમાં તેના પેટની અંદર સોનાની ચાર કેપ્સૂલ હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનામાં કરીપુર એરપોર્ટ પર સોનાની તસ્કરીનો આ 59મો કિસ્સો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે