પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર! Uttarayanમાં આટલી ઝડપે ફૂંકાશે પવન, હવામાન વિભાગે આગાહી કરતા જાણાવ્યું..


  • Published By :
  • Published Date : 2024-01-13 09:36:57

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બે-ત્રણ દિવસથી પવન નથી જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું છે. થોડા દિવસો પહેલા કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી રાજ્યના અનેક ભાગો માટે. આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો પણ ખરો ત્યાં. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, પવન ફૂંકાશે જેને કારણે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને વાંધો નહીં આવે. વરસાદ ઉત્તરાયણની મજા નહીં બગાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મકર સંક્રાંતિ – દિન વિશેષ ✍

ઉત્તરાયણ દરમિયાન વાતાવરણ રહેશે સાનુકુળ 

સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે જોઈએ તેટલો પવન નથી હોતો. પતંગ ચગાવવામાં મજા આવે તેટલો પવન પણન હોવાને કારણે પતંગ રસિયાઓ નિરાશ થઈ જતા હોય છે. એવું પણ અનુભવાયું છે કે ઉત્તરાયણના પહેલા સારો પવન હોય છે, ઉત્તરાયણ બાદ સારો પવન હોય છે પરંતુ ઉત્તરાયણ દરમિયાન સારો પવન નથી હોતો, એવો પવન નથી હોતો જે પતંગ ચગાવવા માટે જોઈ તો હોય છે. પરંતુ આ વખતે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણ દરમિયાન પવન સારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Uttarayan 2023: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખો આ  બાબતો, પક્ષીનો જીવ પણ બચાવીએ - Gujarati News | Uttarayan 2023 Keep these  things in mind while flying kites ...


15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના 

ઠંડીને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વરસાદ આવવાની સંભાવના નહીંવત જેવી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડો પવન વહેશે. આગામી દિવસોમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તે અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવાયું છે કે, 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઠંડી સામાન્ય રહેશે. જેના કારણે પવન અને વાતાવરણ સાનુકુળ રહેશે. 

Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું  તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો દર વખતની જેમ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 06.4 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, દમણનું તાપમાન 21.0 ડિગ્રી, વડોદરાનું તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 12.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 17.4, રાજકોટનું તાપમાન 13.0, વેરાવળનું તાપમાન 21.1 નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આવી જ આગાહી કરવામાં આવી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.