ગોપાલ ઇટાલિયાની દિલ્હીથી થઈ ધરપકડ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 14:13:35

ગુજરાતમાં હવે ચૂંટણી પહેલાં આરપારની લડાઈ ચાલુ થઈ છે. ત્રિપાંખિયા જંગ વચ્ચે હવે આપના વધતા જતા વર્ચસ્વ વચ્ચે પોલીસની એન્ટ્રી થઈ છે. ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયો સામે આજે કાર્યવાહી થઈ હતી . જેમાં દિલ્હીથી ગોપાલ ઇટાલિયાની  પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે.  ગોપાલ ઈટાલિયાએ થોડા સમય પહેલાં જ ટ્વીટ કરી છે કે એનસી ડબ્લયુંના ચીફ મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકારે પટેલ સમાજને જેલ સિવાય શું આપી શકે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતા નથી. મને જેલમાં નાખો. તેમણે પોલીસને પણ બોલાવી છે. મને ધમકાવી રહ્યાં છે. ગોપાલ ઈટાલિયાનો મહિલાઓ સામેના વીડિયો મામલે કાર્યવાહી થઈ હોવાની ચર્ચાઓ છે.



ગોપાલ ઇટાલિયાનો એક બીજો વિડિયો પણ વાઇરલ થયો હતો !!!


ગોપાલ ઈટાલિયાનો વધુ એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  જેમાં ગોપાલ ઈટાલિયા મંદિરો અને મહિલાઓના સંદર્ભમાં વિવાદિત ટિપ્પણી કરતા નજરે પડે છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા નજરે પડે છે કે, મંદિરોમાં મહિલાઓનું શોષણ થાય છે. કથામાં જવાથી મંદિરોમાં થવાથી કંઈ મળવાનું નથી. ગોપાલ ઈટાલિયાનો મહિલાઓને સંબોધન કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે