ગોપાલ ઇટાલિયાએ BJP પર પ્રહાર કર્યા કહ્યું " ભાજપ અને વિનુ મોરડીયાએ ગુંડાગીરી ચાલુ કરી "


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 17:39:52


ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક છે અને દરેક ઉમેદવાર પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જેમાં સુરતમાંસૌથી વધારે આક્રમક જોવા મળી રહેલી આમ આદમી પાર્ટીને ખાળવા માટે ભાજપે પણ આક્રમક રણનીતિ અપનાવી છે. જો કે આવા સમચે અચાનક ગોપાલ ઇટાલિયાના એક ટ્વીટથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.


ગોપાલ ઇટાલિયાએ શું ટ્વીટ કર્યું ?

ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો અને કેટલીક તસ્વીરો શેર કરી હતી. જેમાં કેટલાક લોકો આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર માટે રખાયેલી સાયકલોમાં લગાવાયેલા પોસ્ટરો ફાડી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ અને વિનુ મોરડીયાના કેટલાક ગુંડાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાના આરોપો લગાવ્યા હતા. 



ભાજપ પર લગાય આરોપ 

આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને આક્રમક રીતે ઉપાડવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા ટ્વીટ કરીને લખ્યું કે,આખરે ભાજપીયાઓ પોતાના અસલ સ્વરૂપ પર આવી ગયા. કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયાએ કેબિનેટ મંત્રી વિનુ મોરડીયાએ ગુંડા મોકલીએ આમ આદમી પાર્ટીના બેનર તથા સાયકલ પ્રચારના હોર્ડિંગમાં તોડફોડ કરાવી હતી. જો પાંચ વર્ષમાં કામ કર્યા હોય તો વિનુ મોરડીયાએ આ પ્રકારની ગુંડાગીરી ન કરવી પડી હોત.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે