ગોપાલ ઈટાલિયાએ પોતાની દીકરીની તસ્વીરો શેર કરી, કેપ્શનમાં લખ્યું.....


  • Published By :
  • Published Date : 2022-11-14 13:01:33

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આપ વિવિધ પ્રકારથી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર પોતાની દિકરીની તસ્વીર શેર કરી છે જેમાં તેમની દિકરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતી નજરે પડી રહી છે.

 

પુત્રીનો ફોટો શેર કરી કર્યો આપનો પ્રચાર  

કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન કરી રહ્યા છે. ઉપરાંત ગોપાલ ઈટાલિયા તેમજ ઈસુદાન ગઢવી પણ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાની દિકરીને બે તસ્વીર શેર કરી છે અને ગોપાલ ઈટાલિયાએ કેપ્શન આપ્યું છે.  

મારી સુપરસ્ટાર કેમ્પેનર - ગોપાલ ઈટાલિયા 

એક તસ્વીરમાં ગોપાલની દિકરી વૈદેહી આપની ટોપી પહેરેલી નજરે પડે છે જ્યારે બીજા ફોટામાં આમ આદમી પાર્ટીને મત આપવાની અપીલ કરે છે. કેપ્શનમાં ગોપાલ ઈટાલિયાએ લખ્યું કે મારી સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે