જૈન સમાજની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારનો નિર્ણય, ટાસ્ક ફોર્સની રચના કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:53:38

જૈન સમાજ દ્વારા પાલિતાણા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિતાણા જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર છે. દેરાસર સહિતના અનેક કારણોને લઈ જૈન સમાજ આંદોલન પર ઉતરી આવ્યું હતું.  ત્યારે વધતા વિવાદને જોતા સરકારે આ મુદ્દાને લઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારે મેમ્બર્સની પણ જાહેરાત કરી દીધી છે. આ ફોર્સમાં રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક,નાયબ વન સંરક્ષકોનો સમાવેશ થાય છે ઉપરાંત આ ફોર્સની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કરશે. 


જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી આક્રોશ રેલી

થોડા સમય પહેલા અસામાજીક તત્વો દ્વારા પાલિતાણામાં તોડફોડ કરવાામાં આવી હતી. શત્રુંજય પર્વતને લઈ વિવાદ છેડાયો હતો. આ મુદ્દાને લઈ જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. અનેક શહેરોમાં જૈન સમાજનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અનેક સ્થળો પર જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ અધિકારીઓની જાહેરાત કરી 

વધતા વિવાદને કારણે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરી જેમાં 8 સભ્યોનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સની જાહેરાત કર્યા બાદ સરકારે સભ્યોના નામની જાહેરાત પણ કરી દીધી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આ ફોર્સની અધ્યક્ષતા કરશે ઉપરાંત રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સમાં જમીન દફ્તર નિરીક્ષક, પાલીતાણા ચિફ ઓફિસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને નિયુક્ત કરવામાં આવ્યા છે. 


જૈન સમાજની અનેક માગનો કર્યો છે સ્વીકાર

આ સિવાય આ મુદ્દે સરકાર દ્વારા શત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત જૈન સમાજની વધુ એક માગ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ઉપરાંત સમેત શિખર  માટે લેવાયેલા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. જૈન સમાજની માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ગઈ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે