જૂની પેન્શન યોજના લાગુ કરવા Gujaratના સરકારી કર્મચારીઓએ સરકારને આપ્યું આ તારીખ સુધીનું અલ્ટીમેટમ, જો યોજના લાગુ નહીં થાય તો.....


  • Published By :
  • Published Date : 2024-02-26 15:30:52

સરકારી કર્મચારીઓએ ચૂંટણી પહેલા સરકાર સામે બાયો ચઢાવી છે. પોતાની પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ થોડા દિવસ પહેલા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.જો મુદ્દાઓનું નિરાકરણ નહીં થાય તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે જેને કારણે અનેક સરકારી કામગીરી ખોરવાઈ જશે,    

સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે કર્મચારીઓએ કર્યો વિરોધ!

છેલ્લા ઘણા સમયથી વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અનેક રીતે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. સરકારી કર્મચારીઓએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.


આ તારીખ સુધીનું કર્મચારીઓએ આપ્યું સરકારને અલ્ટીમેટમ!

વિરોધ કરી રહેલા સરકારી કર્મચારીઓનો અવાજ સરકાર સુધી ના પહોંચ્યો હતો. તે બાદ 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણાંનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ત્યાં હાજર હતા. સરકાર તેમની માગને સ્વીકારે તેવી તેમની માગ છે.  જૂની પેન્શન યોજનાને લાગુ કરવામાં આવે, ફિક્સ પગાર સિસ્ટમ નાબુદ કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓને લઈ સરકારી કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જૂની પેન્શનનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યું છે. અને  જો સરકાર પ્રશ્નનો હલ નહીં લાવે તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જો કર્મચારીઓ કામથી અળગા રહેશે તો સરકારી કામ પર અસર પડશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે