રાજ્ય હસ્તકના બોર્ડ અને નિગમના કર્મચારીઓને સરકારે આપી દિવાળી ગીફ્ટ, સાતમા પગારપંચ મુજબના ભથ્થાંનો મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-10-20 16:58:12

દિવાળીનો તહેવાર આવે એટલે કર્મચારીઓ બોનસની કાગડોળે રાહ જોતા હોય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે રાજ્યના વિવિધ સરકારી બોર્ડ અને નિગમોમાં કામ કરતા કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગે બોર્ડ અને નિગમ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. નાણાં વિભાગે બોર્ડ અને નિગમ કર્મચારીઓને 7માં નાણાપંચના કેટલાક લાભોની અમલવારીની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત મકાન ભાડા, ટ્રાવેલ એલાઉન્સ, સ્થાનિક વળતર ભથ્થા અને તબીબી ભથ્થા મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. સરકારની આ જાહેરાત સાથે જ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


શું લાભ મળશે?


કેન્દ્રીય સાતમાં પગારપંચનો રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકાર હસ્તકનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને ઘરભાડું, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થાનો લાભ આપવામાં આવેલ છે. રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબનાં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ સુવિધાઓનો લાભ તેઓને શરતોનો આધીન આપવાનું ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું છે.  જેમ કે (1) રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને જેમને નાણાં વિભાગનાં પરામર્શમાં રાજ્ય સરકારની મંજૂરીથી સાતમાં પગારપંચનાં લાભ આપવામાં આવેલ છે. ત્યારે શરતોનો અમલ કરેલ હશે તેવા જાહેર સાહસો-બોર્ડ-નિગમોને આ શરતો લાગુ પડશે. (2) છઠ્ઠા પગારપંચ અન્વયે જે જાહેર સાહસોમાં ઘરભાડા ભથ્થા, સ્થાનિ વળતર ભથ્થા, તબીબી ભથ્થા તથા પરિવહન ભથ્થાનાં લાભ ગુજરાત મુલકી સેવા નિયમો 2022 ને આધીન આપવામાં આવતા હશે તેવા જાહેર સાહસોને આ ભથ્થા મળવાપાત્ર થશે. (3) ઠરાવની સૂચનાઓનો અમલ કરવા માટે જે તે બોર્ડ-નિગમો દ્વારા પોતાનાં કાર્યવાહક મંડળ, બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠકમાં જરૂરી ઠરાવ પસાર કરવાનો હેશે. તથા અમલવારીની જાણ નાણાં વિભાગને અચૂક કરવાની રહેશે.  


ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ લાભ મળશે નહીં


રાજ્ય સરકારે દિવાળી પહેલા બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘર ભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબનાં ભથ્થા કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.