અરવલ્લીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-22 12:22:32

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકો મોતને ભેટતા અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે અકસ્માતનો વધુ એક કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો છે. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ સભ્યોના જીવ જવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.  

 અરવલ્લી: મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

પરિવારમાં વ્યાપી ઉઠી શોકની લાગણી  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે. દરરોજ એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગોઝારા અકસ્માતની ઘટના મોડાસા હિંમતનગર હાઈવે પર બની છે. જ્યાં બુલેટ અને કાર વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના જીવ ગયા છે. જ્યારે એક બાળકની હાલત નાજૂક છે. અકસ્માતમાં માસી ભાણિયા સહિત ત્રણ લોકોના મોત થયા છે. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર આઘાતમાં છે. પરિવારમાં માતમ છવાઈ ગયું છે. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

 આ ગોઝારો અકસ્માત સર્જેલી કાર સિલ્વર રંગની હતી. જેનો નંબર GJ 31R 2568 છે. 

 આ અકસ્માત બાદ આખા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જોકે પોલીસની મદદથી આ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે