GPSCએ લીધો મહત્વનો નિર્ણય, મદદનીશ વન સંરક્ષક વર્ગ 2ની 19મીએ યોજાનાર પરીક્ષા મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-06-15 19:58:31

વિનાશકારી બિપોરજોય વાવાઝોડું આખરે સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર કિનારે ત્રાટક્યું છે. આ ભયાનક વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુસવાટા મારતો પવન અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવે આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મહત્વનો નિર્ણય લેતા મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) પરીક્ષા માકુફ રાખી છે. GPSCએ ટ્વિટ મારફતે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનિય છે આ પૂર્વે ગુજરાતમાં TAT (s)ની પરીક્ષા પણ મુલત્વી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.Image


GPSCએ પરીક્ષા મોકૂફ રાખી 


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19,21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરતું વાવાઝોડાને લઈને તા. 19 ના રોજ લેવાનારી પરીક્ષા (પેપર-1 અને 2) મોકૂફ રાખવામાં આવી છે.જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3,4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે. આ અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે