GPSCએ આ પોસ્ટ માટે ભરતીની કરી જાહેરાત, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-23 12:50:09

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ વર્ગ 2ની 88 જેટલી ભરતી બહાર પાડી છે.  ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 2ની ભરતીની જાહેરાત કરી છે. ગ્રેજન્યુએટ અને પોસ્ટ ગ્રેજન્યુએટની ડિગ્રી ધરાવતા અભ્યાર્થીઓ 30 જૂન સુધીમાં અરજી કરી શકશે. આ પરીક્ષાની પ્રાથમિક કસોટીમાં 300 ગુણ અને રૂબરુ મુલાકાતના 100 ગુણ રહેશે. બંનેની વાત કરીએ તો પ્રાથમિક કસોટીના 50 ટકા અને રુબરુ મુલકાતના 50 ટકા કાઢીને જે ટકા આવે તે મુજબ ગુણના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. ટૂંકમાં બંનેના ટકાના વેઈટેજ મુજબ પસંદગી થશે. 


આ ઉમેદવારોને નહીં બોલાવામાં આવે ઈન્ટરવ્યુ માટે 

પ્રાથમિક કસોટીની એટલે કે પ્રીલિમ્સની વાત કરીએ તો 100 ગુણ સામાન્ય અભ્યાસના રહેશે. બાકી 200 ગુણ જે તે વિષયની પરીક્ષા હશે તેના પૂછાશે. જે જૂની સિસ્ટમ છે તે પ્રમાણે જ રહેશે. પ્રાથમિક પરીક્ષામાંથી  જે ઉમેદવારને  25 ટકાથી ઓછા ગુણ આવશે તેને ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં નહીં આવે. જેને પ્રિલીમ્સમાં 25 ટકાથી વધુ ગુણ હશે તેને રૂબરુ મુલાકાત માટે બોલાવામાં આવશે.


આ વિષયોનો છે સમાવેશ 

ભરતી માટે ડિગ્રીની લાયકાત, બાકીની તારીખો, પસંદગી પ્રક્રિયાની બાકીની વિગત વગેરે જીપીએસસીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. વિષયોની વાત કરીએ તો કાર્ડિયોલોજી પ્રોફેસર, આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર વર્ગ 2, ન્યૂરોલોજી પ્રોફેસર, વગેરે જેવી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ટૂંકમાં મેડિકલ અને એન્જિનિયર વિભાગની ભરતી છે. તો જેટલા પણ મિત્રો આ વિષયો માટે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે ફરી પુસ્તકો લઈને બેસી જજો. પરીક્ષા આવી ગઈ છે. જો હજુ પણ કોઈ મુંજવણ હોય તો ફરીથી કહું છું જીપીએસસીની વેબસાઈટ પર બધુ મૂકવામાં જ આવ્યું છે ત્યાંથી જોઈ શકાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે