મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર, સીંગતેલના ભાવમાં થયો ઘટાડો


  • Published By :
  • Published Date : 2023-05-23 22:18:22

કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં સતત ભાવ વધારા બાદ હવે ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયા હોવાના કારણે તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ 9 મેના રોજ સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો હતો.


સતત વધારા બાદ ભાવ ઘટ્યો


રાજકોટમાં સીંગતેલના 5 કિલો ડબ્બાનો ભાવ રુ. 2750થી 2850 પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 1520થી 1600 સુધી થયા છે. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે. 


મોંઘવારીથી આંશિક રાહત


સિંગતેલના ડબ્બાના ભાવમાં  3 દિવસમાં 100 રૂપિયાનો વધારો થયો હતો. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,860થી વધીને 2,960 રૂપિયાએ પહોંચ્યો હતો. વેપારીઓએ લગ્નની સિઝનને કારણે ભાવ વધ્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું. જો કે આ ભાવ ઘટાડાથી લોકોને ચોક્કપણે રાહત મળશે તેવું કહીં શકાય.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે