સિંગતેલના ભાવમાં ફરી ભડકો, ડબ્બાના ભાવમાં રૂ.20નો વધારો, એક જ મહિનામાં રૂ.150 વધ્યાં


  • Published By :
  • Published Date : 2023-07-04 14:01:12

મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે સિંગતેલના સતત વધતા ભાવ ચિંતાનો વિષય બન્યો છે. તહેવારોની સીઝન નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. આજે ફરી એક વખત સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2890 રૂપિયાએ પહોંચી ગયો છે. તેલનો ડબ્બો 2900 રૂપિયા થવામાં માત્ર 10 રૂપિયા ઓછા છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે સરકારના પેટનું પાણી પણ હલતું નથી તે અચરજકારક બાબત છે.


સિંગતેલના ડબ્બામાં એક જ મહિનામાં રૂ.150 વધ્યાં


અત્રે ઉલ્લેખનિય છે કે જૂનની શરૂઆતમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2720 હતો અને જુલાઈની શરૂઆતમાં આ જ ડબ્બાનો ભાવ રૂ. 2870 નો થયો છે. આમ એક જ મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂ.150 થી વધુનો ભાવ વધારો થયો છે, તો આજે ફરી સિંગતેલ ના વધતા ડબ્બાની કિંમત રૂ.2890 એ પહોંચી ગઈ છે.


કપાસિયા તેલમાં રૂ.1730 થયા


આ ઉપરાંત કપાસિયા તેલનો ભાવ 1730 રૂપિયા થયો છે. જ્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1465 રૂપિયા થયો છે. શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે તેલના ડબ્બાના ભાવમાં વધારો થવા લાગ્યો છે,  તેલના વધતા જતા ભાવને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે