કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થાનો લાભ, વિધાનસભામાં સરકારે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-28 13:56:37

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાયાર આવ્યા છે, મોંઘવારી ભથ્થાની કાગડોળે રાહ જોઈ રહેલા કર્મચારીઓને લઈ રાજ્ય સરકારે મહત્વની જાણકારી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ચૂકવવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમના સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ જાણકારી આપી હતી કે કર્મચારીઓને 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થઈ હતી.


અમિત ચાવડાએ કર્યો સવાલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારી કર્મચારીઓને તા. 31-01-2023ની સ્થિતીએ કેન્દ્રીય ધોરણો મુજબ કેટલા ટકા મોંઘવારી ભથ્થું ક્યારથી ચૂકવવાનું બાકી છે? તથા તે બાકી રહેવાના કારણો અને ક્યા સુધી તે ચૂકવવામાં આવશ તે અંગે પેટા પ્રશ્ન પુછ્યો હતો.


સરકારે કરી જાહેરાત


ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં, મોંઘવારી ભથ્થું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ ચૂકવવાનું રહે છે. તે અન્વયે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓના કિસ્સામાં તા. 1-1-2022થી મૂળ પગારના 34 ટકાના દર મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે